.

.

24 June 2014

Mansai

·   1



                                       

                                          માણસાઈ

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
1
સ્ત્રી○ (લા.) સજ્જનતા. (૨) માનવતા, ભલમનસાઈ. (૩) સારી રહેણીકરણી
2
સ્ત્રીo માણસપણું; માણસને યોગ્ય ગુણ કે વર્તન
3
स्त्री. પરહેજગારી; દુષ્કૃત્યથી દૂર રહેવાપણું.
+વધુ
4
स्त्री. ભલમનસાઈ; જનદયા; માવતા; માણસપણું; માણસને યોગ્ય ગુણ, વર્તન કે રીતભાત.
5
स्त्री. મર્દાઈ; પુરુષાતન; મર્દાનગી; હિંમત.
6
स्त्री. વિવેક; શિષ્ટાચાર.
+વધુ
7
स्त्री. રહેણીકરણી.
8
वि. માણસને લગતું; માણસ સંબંધી. 
        

      અત્યારના યાંત્રિક યુગની અંદર માનવી યંત્રવત થઇ ગયો છે. એની અંદરની માણસાઈ પણ યંત્રવત થઇ ગઇ હોય એવું જોવા મળે છે. માણસાઈ એટલે માણસની અંદર રહેલી સચ્ચાઈ, અચ્છાઇ, દયાભાવ, માનવ-માનવ પ્રતેની લાગણી સંવેદના અને પ્રેમભાવ.
        અત્યારનો માનવી બીજા માનવી સાથે કેવું સંવેદના વિહિન વર્તન કરે છે. તેથી જ તો ગુજરાતી કવિ શિરોમણી સુન્દરમ્ કહી ગયા છે કે,
                         - ''હુ માનવી, માનવ થાઉ તો ઘણું''
        અત્યારના આધુનિક સમયની અંદર જો માનવી બીજા માનવીનું વિચારતો થશે તો અડધુ વિશ્વ શાંત થઇ જશે. માનવતાના ગહન સત્યોમાંથી માણસાઇનો જન્મ થાય છે. અને આ માણસાઈ થી જ આખુ વિશ્વ રળીયાત બની શકે એમ છે.
        શાળા, કોલેજ અને વિશ્વવિદ્યાલયોમાંથી માણસાઈથી પારંગત વિદ્યાર્થી બહાર આવતા હોયતો આખા વિશ્વ સમાજની અંદર રહેલી અરાજકતાને કોઇ અવકાશ જ રહેતો નથી.
કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ કહે છે -
                ''બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર,
                દોસ્ત, અંદરથીય એવી જાત કરીએ,
                હોઇએ ત્યાં મહેકતું કરીએ બધુંએ, 
               ઘર, નગર, આખુ જગત રળિયાત કરીએ.
                જે મળ્યુ એને કરી સૌથી સવાયું,
                આવનારી કાલને સોગાત કરીએ. ''

''હે ઇશ્વર ! હુ જે ઇચ્છુ એ નહી, પણ જે યોગ્ય હોય તે જ થજો.....''

''નજર કો બદલ, નજારે બદલ જાયેગે
સોચ કો બદલ, સિતારે બદલ જાયેગે
કશ્યિાં બદલને કી જરૂરત નહી,
દિશા બદલ, કિનારે બદલ જાયે ગે. ''
                                                        - મિહિર એન. સોલંકી
       


                                             

Subscribe to this Blog via Email :

1 ટિપ્પણી(ઓ):

Write ટિપ્પણી(ઓ)

Comment the post