Beti Bachavo Speechબેટી બચાવો
આમંત્રિત મહેમાનો, ગુરૂજનો તથા વ્હાલા બાળકો આજે હૂં બેટી બચાવો વિશે હું મારી પોતાની વાત રજૂ કરું છું.
                                                બેટી બચાવો
                                                                બેટી હું મૈ બેટી મૈં તારા બનૂંગી
                                                                          તારા બનૂંગી સહારા બનૂંગી
                મુજે નજર આતી હૈ, ઇસ બેટીઓમે એક દેવીકી મુરત  સ્નેહ સે પરિપૂર્ણ વાત્સલ્ય સે સરાબોર,
          જો માગતી હે દુઆ, ઓર દેતી હે આશિષ, અપને લીએ નહી, અપનો કે લીએ.
          ભૃણહત્યા કરાવતી માતાઓને મારે કહેવું છે કે, તુ કોણ છે? તુ પણ એક સ્ત્રી જ છે ને? જો તારી માએ પણ તને પેટમાં જ પતાવી નાખી હોત તો. તુ મારી જનેતા છે, મૈયા છે તુ એક માતાના સ્થાનને શા માટે કલંકિત કરે છે. તારા બાળકો તને જ સુરક્ષિત સલામતિના જ્ઞાનરૂપે જુએ છે. તેથી તું રક્ષક બનવાને બદલે ભક્ષક કેમ બને છે. સંતોતો નારીને નારાયણી કહે છે. જ્યારે મા તું તો ભક્ષક બની ગઈ.
          ઓ મા આંગળી પકડીને તારી ચાલવાદે મા
                   મને તુ આ જગતમાં આવવા દે...
                   વંશનું તુજ બીજ ફણગાવવા દે....
                   ગોરમાની છાબ લીલી લાવવા દે.....
મા આ જગતમાં મને આવવા દે.....
                   જનની જન્મભૂમિશ્ય સ્બાર્દિપિ ગર્યિસી( જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે.)
                   જનનીની જોડ સખી નહીં જઠે રેલોલ...
                   મા તે મા બીજા બધા વગડાના વા
                   ગોળ વિનાનો મોળો કંસાર મા વિના સૂનો સંસાર
                   છોરું કછોંરુ થાય પણ માવતર કમાવતર ન થાય.
          જે દેશમાંથી આવી કહેવતો, દુહા, કાવ્યો અને શ્લોકો દ્વરા જેને નવાજવામાં આવે છે. જેના નામને પવિત્ર માની ગૌરવથી લેવામાં આવે છે. તે દેશની માતા શુ કુમાતા બને છે ?આવા વિચારતો આપણને સ્વપ્નમાં આવે તો પણ પાપ ગણાય પણ આજ આ હકીકતમાં બને છે ત્યાં શુકરવું ?
          દિકરી બોલે છે હે પિતાજી.... આ શું છે. ભૃણ હત્‍યા માટે દબાણ કરતા પુરુષોને મારે કહેવું છે. હે પરમ પિતા, તમે શિક્ષિત બન્‍યા પણ સંસ્કારી કેમ ન બન્‍યાને. તમે પણ એક માતાના કૂખે જ જન્મયા છો. દિકરી ત્રણ કુળ તારે પિયર, સાસરુ, મોસાળ. ભણેલી દીકરી પોતાના સંતાનોને પણ ઉજ્જવળ કારકિર્દિ બનાવડાવે.
          આજના દીકરાઓ તો ઘડપણની લાકડી થવાને બદલે લાકડી ઉગામતા થયા છે.
                   દિકરો વાઇફ આવ ત્યાંસુધી , દીકરી લાઇફ સુધી
          દીકરો વાઇફ આવ્યા પછી ભૂલી જાય છે. જ્યારે દીકરી લાઇફ સુધી સેવા કરે છે. તમે દીકરાની આશામાં દીકરીનો નાશ કાર્યો છતાં દીકરી સામે નહી થાય હો બાપા.
          સમગ્ર ભારતમાં ગુજરાતમાં અને મહેસાણામાં દિકરાઓ કરતા દિકરીનું પ્રમાણ ઘટી રહ્યું જે ઘણી ચિંતાજનક બાબત છે. ભારત સંતોની ભૂમિ છે. જેમાં સ્ત્રીઓ પૂજનીય છે. તો આ પ્રમાણ ઘટે નહી તેવા પ્રયત્‍ન કરવા. જ્યારે ભગવાન બધે પહોચી વળીશકે તેમ નહતા ત્યારે માનું સર્જન કર્યું
          સમાજમાં કેટલાય દાખલાઓ છે કે જેમાં દીકરીઓ સવાઇબની છે. સારી જગ્યાએ જોબ કરે છે. માતા-પિતાને સાચવે છે. ઘણી છોકરીઓ માતા-પિતા નાના ભાઇ-બહેન માટે લગ્‍ન પણ કરતી નથી અને સાચવે છે.
          દીકરી વ્હાલનો દરિયો, આજની એકવીસમી સદીમાં આપણે છોકરા-છોકરીને સમાન મહત્વ આપીશું. છોકરી પાછળ પણ પિતાનું જ નામ લખાય છે તે પણ માતા-પિતાને અંતિમ સમયે શ્રાદ્ધ પણ આપે છે.

          આજની મહિલાઓ એકપણ ક્ષેત્ર એવું બાકી નથી રાખ્યું પોતાનું મહત્વ સાબિત કરી દીધું છે. મહિલા ડ્રાઇવર, કંડકટર, ડેપોમેનેજર થી માંડી મુખ્યમંત્રી પદ સુધી મહિલાઓએ સોભાવ્યું છે. માનનીય ગુજરાત રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આપણા પ્રથમ મહિલા મુખ્યમંત્રી બની ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. સતત બીજી વખતે લોકસભાના અધ્યક્ષ મહિલા છે. પહેલા મીરાકુમાર અને બીજીવાર સુમિત્રા મહાજન એમ સતત બે વખતથી મહિલા સ્પીકર તરીકે ભારતે નામના મેળવી છે. ખેડૂત પુત્રીથી માંડીને અવકાશ સુધીની સફર મહિલાઓએ કરી છે. સુનીતા વિલયમ્સ, કલ્પના ચાવલા એ વિશ્વમાં અવકાશયાત્રા કરી નામના મેળવી છે. પી.ટી.ઉષા, સાનિયા મિર્ઝા જેવી મહિલાઓએ રમતગમતમાં નામના મેળવી છે. એશ્વર્યા, સુસ્મિતા સેન વિશ્વસુંદરીનો ખિતાબ મેળવી નામના મેળવી છે.
          આજની ભારતીય નારીઓ પવિત્ર અને પૂજનીય ગણાય છે. શિક્ષણક્ષેત્રમાં સૌથી વધુ મહિલા શિક્ષિકાઓ છે. સાવિત્રીએ યમના હાથમાંથી પોતાના પતિને છોડાવી મૃત્યુના મુખમાંથી બચાવ્યો હતો. યુદ્ધના ક્ષેત્રમાં પણ વીર યોદ્ધાની જેમ પોતાની તાકાત બતાવી છે. સ્ત્રીઓનું આટલુ બધુ મહત્વ હોઇ હું ઇચ્છા રાખું કે કોઇપણ વ્યક્તિ બેટી કે બેટા વચ્ચે ભેદ નહિ રાખે. જે કાર્ય છોકરા કરે છે. તેજ કાર્ય તેજ કાર્ય છોકરીઓ પણ કરી શકે છે. અને વધુ સારુ કાર્ય કરી શકે છે.
          છોકરા અને છોકરી એ રથના બે પૈડા સમાન છે. એક ન હોય તો રથ ચાલી શકશે નહિ. માટે આપણે પ્રતિજ્ઞા લઇશું કે આપણે આ પ્રમાણ જાળવીશું.
Welcome to girl child
A Girl is God's Gift'
          અગર બેટા તન હૈ તો બેટી મન હૈ
          અગર બેટા ભાગ્ય હૈ, તો બેટી વિધાતા હૈ
          અગર બેટા દિલ હૈ, તો બેટી ધડકન હૈ
          અગર બેટા દવા હૈ, તો બેટી દુઆ હૈ
          અગર બેટા આન હૈ, તો બેટી શાન હૈ.

                                                કભી કૌરવ સે ગઇ ગીરાઇ પર,
                                                કભી જન્મ પર લાનત પાઇ,
                                                કભી દેખકર હાલત ખૂદકી,
                                                મૈ પેદા હોકર સમાઈ,
                                                કોસી જાતી હૈ મેરી મા,
                                                તરહ તરહ સે જાઇ સતાઇ,
          કોઇ ઓર છોર ન સુજે,
          ઇધર કૂવા હૈ તો ઉધર ખાઇ
          સોચ રહી હું મૈ કીસ ગુનાકી સજા પાઇ.
                   મા ચાહીયે,
                                      બહન ચાહીયે,
                                                          પત્ની ચાહીયે,
          તો ફીર બેટી ક્યુ નહી ચાહીયે.
         
દીકરો દીકરી એક સમાન, ત્યારે જ બનસે ભારત મહાન              
                                                          

                                                                                                              (Mehsana Primary school No-3)

Related Posts

Beti Bachavo Speech
4/ 5
Oleh

Comment the post